#વ્યાયામ
વ્યાયામ કર તું ઓ માનવી
આયામ ઘણા છે જીવવાના
વ્યાયામ કર તું ઓ મન
આરામ ઘણા છે વિચારોના
વ્યાયામ કર તું કસરત કર
કમરકસી લે ને હવે સબર કર
વ્યાયામ કર યોગ કર
ચાર દિવસ ની જીંદગી છે
ચાર દિવસ અને ઘણી ઉજ્જવળ રાતો
જો તું નહિ હોય તંદુરસ્ત માનવી અને નહિ મન તારું તંદુરસ્ત અને દુરસ્ત તો કોઈ નહિ સાખે તને કોઈ નહિ રાખે તેને
વ્યાયામ કર તું માનવી
યથાવત જીવન નહિ લક્ષ્ય
લક્ષ્ય છે ઊચા પર્વત સમા
જેમાં વહેશે જીવન-ઝરણા ઘણાં
વ્યાયામ થી જ છે તેજ તુજ મહી
બન તું સતેજ અને સત્વમય અહી
વ્યાયામ કર તું ઓ માનવી
આયામ ઘણા છે જીવવાના