Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારી આ વાતોને રહસ્ય જ રાખો એમાં જ છે તમારું હિત

હંમેશા મોટાભાગના અપરાધ ઓળખીતા લોકો દ્વારા જ કરવામાં આવે છે. તેનો અર્થ એ છે કે આપણે એ વાત ધ્યાન રાખવું જોઈએ કે આપણી આસપાસ રહેનાર લોકો કેવા છે? અને તેમને વ્યવહાર કેવો છે? કારણ કે જો કોઈ ખરાબ સ્વભાવ વાળો વ્યક્તિ છે અને જાણતા-અજાણતા આપણે તેને કોઈ અંગત વાત બતાવી દઈએ તો ચોક્કસપણે તે આપણને મુસીબતમાં ફસાવી શકે છે. આ બાબતે આચાર્ય ચાણક્ય કહે છે..

न विश्वसेत् कुमित्रे च मित्रे चापि न विश्वसेत्।

कदाचित् कुपितं मित्रं सर्वगुह्यं प्रकाशयेत्।।

આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે કે, પોતાની ગુપ્ત વાતો માટે કોઈની ઉપર પણ વિશ્વાસ ન કરવો જોઈએ. જો કોઈ મિત્ર ખરાબ સ્વભાવવાળો હોય તો તેની સામે ક્યારેય પોતાની અંગત વાતો કે રહસ્યને જાહેર ન કરો. ત્યાં સુધી કે પોતાના સાચા મિત્રો કે જેમની સાથે પરિસ્થિતિવશ ક્યારેક મિત્રતા બગડી જાય તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જો વ્યક્તિ સ્વભાવથી જ સારો ન હોય તેની ઉપર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. કારણ કે મોટાભાગના અપરાધિર ઘટનાઓની પાછળ પોતાના જ લોકોનો હાથ હોય છે. આ કારણે જ ઘરનો ભેદી લંકા ઢાએ. આ કહેવાત આજે પણ પૂરી રીતે સત્ય છે. જો કોઈ મિત્રને પણ ક્યારેય રાજની વાત બતાવો તો તે તમારી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એવી વખતે કોઈ પણ પરિસ્થિતિવશ તે મિત્ર સાથે મનમુટાવ કે ઝઘડો થાય તો તે ગુપ્ત વાતોનો અનુચિત લાભ ઊઠાવી તમને નુકસાન પહોંચાડી શકે છે. આથી ગુપ્ત વાતોનો ગુપ્ત જ રાખો, ક્યારેય જાહેર કરો.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111443027
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now