છે રંગ નું જીવન, બધું તરંગ છે;
પાણી ને પ્રકાશ ,માટી માં રંગ છે;
કલ્પના માં જીવંત બધા તરંગ છે
વાસ્તવિક જીવન તો, પંચરંગ છે;
વિચાર ની વિમળતા , પ્રેમ અંગ છે;
ચિત્ત માં ચિંતન ચાલે,બહિરંગ છે;
સૂરજના પ્રકાશ માં, દેખાતું ગજબ
મેઘધનુષ કુદરતી કેવુ સપ્તરંગ છે.
રંગ રાગ માં જીવન, રંગરેલિયા જ,
આનંદ વગર નું , જીવન બેરંગ છે.
==={{}}==={{}}==={{}}===