Gujarati Quote in Thought by Mastermind

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અત્યારે ખરી જરૂર આપણી જાતને શિસ્ત અને સંયમમાં રાખવાની છે. વિશ્વયુદ્ધ પછી ના ગાળામાં ઉદ્યોગો પોતાનો નફો ઉત્પાદન વધારવા અને રોજગારી ઊભી કરવા માટે વાપરે એ શરતે જર્મનીમાં કામગારસંઘોએ સ્વેચ્છાએ પગાર સ્થગિત કરવાનું પગલું અપનાવેલું. સ્વેચ્છાએ આપનાવાયેલા આ રોજી સ્થગિત કરતા પગલાનું પરિણામ વધુને વધુ મૂડીરોકાણમાં આવ્યું, જેને કારણે વધારે ને વધારે રોજગારી ઊભી થતી ગઈ. અર્થતંત્રને ફરીથી બેઠું કરવાના આ સમયમાં માથાદીઠ ખરું વેતન સ્થિર રહ્યું, પણ વધુ રોજગારી સર્જાવાને કારણે કુટુંબ દીઠ ખરું વેતન વઘ્યું જે દેશમાં બધાં જ જૂથો સુમેળે કામ કરતાં હોય ત્યાં પરિણામો વિસ્મય પમાડે એટલાં સારા અને મહેનતની સરખામણીમાં ઘણા વધારે આવે છે.

એન. એ. પાલખીવાળા ના પ્રવચનમાથી

Gujarati Thought by Mastermind : 111442601
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now