#રાખવુ
કેટલો સરસ અને સરળ શબ્દ 'રાખવું' પણ શું રાખવું એ ક્યાક ભૂલી જઇએ છે અને કદાચ એ જો ખબર હોય ને કે શું છોડવું તો મને લાગે છે કે આપોઆપ્ રાખતા આવડી જાય છે. છોડી દેતા, મૂકી દેતા જો આપણને બધાને જો આવડી જાય તો જીવન સરળ બની જાય. નફરત, અશાંતિ , અવિશ્વાસ, તિરસ્કાર, ઇર્ષ્યા, ક્રોધ, જેવા શબ્દો જો છોડી દૈયે ને તો આપણા હ્રદય રૂપી મંદિર માં ઘણું બધુ રાખી શકાય. આમ તો વિચારો જ માનવી નું ઘડતર કરે છે એટલે ટુંક માં જો રાખી શકાય એવું કાઇ હોઈ તો એ છે
સારા વિચારો..........
અને જો રાખવું જ હોઈ ને સાહેબ તો,
ઈશ્વર માં શ્રદ્ધા રાખજો
જીવન સાથી પર્ વિશ્વાસ રાખજો
પ્રાણી માત્ર પર્ દયા ભાવ રાખજો
હે! ઈશ્વર અમને સદાય તમારા ચરણો માં રાખજો.....