આમ તો તું મને રાખે અને જગ મને ચાખે છે.
સગાવ્હાલા પરખે છે. પ્રભુ.....
કોઇ ટુંકા ગાળાની તો કોઇ લાંબાગાળા ની યોજના રાખે છે.
ગમે કંઈક મારું તો હેત રાખે છે.
અનુકુળ હોઉ તો પ્રીત રાખે છે.
સમયે સમયે રહે બદલાતી જેમની લાગણી ઓ ....
એ જ બધા અપેક્ષાઓ રાખે છે.
જો હું માનુ કે ના, ના કહું ત્યાં સુધી જ સંબંધ રાખે છે જો
ના માનુ,
કે ના કહુ તો દીલથી અંતર રાખે છે.
આમતો રાખવુ બન્ને પક્ષે જરૂરી છે પણ નબળો ફરજ અને સબળો શોખ માને છે.
રાખવુ સહેલુ નથી.
રાખવુ પહેલું નથી
રાખવું છેલ્લું નથી
પણ જરૂરી છે રાખવુ.
રાખ્યા વગર વ્યવહાર નથી
રાખ્યા વગર તહેવાર નથી
રાખ્યા વગર પ્રેમ નથી
રાખ્યા વગર વહેમ નથી......
પણ જરૂરી છે રાખવુ.....
#રાખવું