#પતંગ
એક વાત કેહવીતી તને ....
તને ગમશે કે કેમ ??
હું આકાશ બનુ ને તુ #પતંગ ....
તને મારામાં સમાવુ ગમશે કે કેમ ??
કે પછી બનુ હું દોર ને તુ #પતંગ ....
તને મારી સાથે બંધાવુ ગમશે કે કેમ ??
હું બનુ ફિરકી ને તુ #પતંગ ....
પણ પછી તને મારાથી દુર આભમા જવુ ગમશે કે કેમ ??
ચાલ ને હું બનુ કીન્ના ને તુ #પતંગ ...
ક્યાંક હું જાઉ કપાઈ તો પણ તુ હેમ-ખેમ....