" બાળપણ "
બાળક એ ભગવાનનું રૂપ ગણાય છે. કારણ કે તેનામાં હજી દુન્યવી ગુણો ભળ્યા હોતા નથી. તે એક નિર્દોષ બાળ સ્વરૂપ છે. અત્યારના સમયમાં બાળપણ જાણે ક્યાંક ખોવાઈ ગયું છે.
આપણે જે બાળપણને માણ્યું છે તે બાળપણ અત્યારના સમયના બાળકો મીસ કરી રહ્યા છે. કારણ કે ટીવી અને મોબાઇલના ઉપયોગનો વ્યાપ અત્યારના સમયમાં વધી ગયો છે.
અત્યારના બાળકોને જવાબદારી પ્રત્યે વધારે સભાન બનાવી દેવામાં અત્યારનું શિક્ષણ અને માતા-પિતા પણ જવાબદાર ગણી શકાય. અત્યારનું બાળક કહી રહ્યું છે.
" ખુલ્લા આકાશમાં ઉડવા દો મને..
મસ્ત બનીને જીવવા દો મને..
સ્કુલ અને હોમવર્ક છોડી,
મિત્રો સાથે રમવા દો મને..
ન જોઈએ મોબાઇલની ગેમ
કે ન જોઈએ ટીવીનું કાર્ટુન,
થોડું શેરીમાં તો રમવા દો મને..
મસ્ત બનીને જીવવા દો મને.."
હવે હું પહેલાના સમયના બાળપણની વાત કરું તો...
" બાળપણ "
આજે મને મારું બાળપણ યાદ આવે છે.
ભણતાં ને સાથે રમતાં દરરોજ...!!
થોડી ચોપડીઓ ને સાથે વધુ જ્ઞાન,
સાથે હતા મસ્તી ને મોજ.
આજના ભણતરે લીધો છે ભરડો ને,
ખોવાયું છે બાળપણ આજ...!!
એક ટ્યુશનથી બીજા ટ્યુશન ને
એક ક્લાસમાંથી બીજો ક્લાસ.
જો મળશે સાચી સમજણ ને સાચું જ્ઞાન,
તોજ મળશે દેશને સાચા વારસદાર...
- જસ્મીના શાહ 'જસ્મીન'