ફકત રણ મેદાન
બદલાયા છે!
યુદ્ધ તો ચાલુ જ છે!
બદલાયા રણ મેદાન
તેમ શૂરવીરતા કે
શૂરવીર ની
પરિભાષા પણ
બદલાઈ ગઈ છે!
યુધ્ધ ના ધોરણે સવારે
રસોઈ કરતી ગૃહ લક્ષ્મી!
સવારે ટિફિન લઈને
કામ પર જનાર,
સ્કુલ કે કોલેજ
જતા બાળકો!
આજના સમયમાં
જિંદગી એક જંગ છે!
સર્વ પોતપોતાના
રીતે યુધ્ધ લડી રહ્યા છે!
આ બધા શૂરવીર
જ છે ને?
#શૂરવીર