#શૂરવીર
વીરતા, ક્ષમા અને ત્યાગ ના આભૂષણ ધારણ કરે એ શૂરવીર,
વખત આવે મહારાણા પ્રતાપની જેમ વૈરાગ્ય ધારણ કરે એ શૂરવીર,
ભૂલ થાય તો હસતાં મોઢે સજા સહન કરે એ શૂરવીર,
મોટા માં મોટી ભૂલને પણ હસતાં મોઢે માફ કરી દે એ શૂરવીર,
હંમેશા સત્ય અને ધર્મ ની સાથે ઊભો હોય એ શૂરવીર,
ગરીબ, નિર્બળ અને લાચાર લોકો ની સેવા અને રક્ષા માટે ખડે પગે રહે એ શૂરવીર.....