શાસ્ત્ર અને ધર્મમાં છે આ અંકોનું મહત્વ, પુરાણોની સંખ્યા પણ છે અઢાર
વૈદિક જ્યોતિષ અને હિંદૂ ધર્મમાં 18 અંકોને ખુબજ શુભ માનવામાં આવે છે. સાથે સાથે અંકજ્યોતિષ અનુસાર પણ આ અંકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અર્થાત 1+8=9 અંકના નિર્માણમાં આ 18ના યોગથી થાય છે અને 9 અંકને ખુબજ પાવરફુલ અંક માનવામાં આવે છે. જ્યોતિષમાં આ અંકને મંગળ ગ્રહ સાથે જોડવામાં આવે છે. આજે આપણે જાણીશું હિંદૂ ધર્મમાં 18 અંકનું શું છે મહત્વ
પુરાણોની સંખ્યા છે 18
સનાતન ધર્મ, જને આપણે હિંદુ ધર્મ તરીકે જાણીએ છીએ. આ ધર્મમાં 18 પુરાણોનો ઉલ્લેખ આવે છે. ધર્મ સાથે જોડાયેલ જે સિદ્ધિઓ અંગે આપણે હંમેશા સાંભળીએ છીએ તેમની સંખ્યા 18 છે. જેમાં અણિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, સિદ્ધિ, ઈશિત્વ અથવા વાશિત્વ, સર્વકામાવસાયિતા, સર્વજ્ઞ, દૂરશ્રવણા, સૃષ્ટિ, પરકાયાપ્રવેશન, વાકસિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સંહારકારણસામર્થ્ય, ભાવના,અમરતા, સર્વન્યાયકત્વનો સમાવેશ થાય છે.
18 પ્રકારની વિદ્યાઓ
છ વેદાંગ અને 4 વેદ છે. તેની સાથે મીમાંસા, ન્યાયશાસ્ત્ર, પુરાણ, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, આયુર્વેદ, ધનુર્વેદ અને ગંધર્વવેદ મળીને 18 પ્રકારની વિદ્યાઓ હોય છે.
કાળના પણ હોય છે 18 ભેદ
સમયની ગતિ જેને આપણે તેમાં સંવત્સર, પાંચ ઋતુઓ અને 12 મહીના હોય છે. તે સૌને મેળવીને 18 ભેદ બને છે.
શ્રી કૃષ્ણ અને 18નો અંક
કનૈયાએ જે ગીતાના માધ્યમથી માનવમાત્રને જીવન સાર સમજાવ્યો હતો તે ગીતામાં 18 અધ્યાય છે. આ જ્ઞાન સાગરમાં જે શ્લોક ફક્ત ૭૦૦ છે આ ભાગવત ગીતા નો સાંખ્ય અધ્યાય ૧૮ છે અને શ્લોક ૭૦૦ છે
માં શક્તિ અને 18નો અંક
માં ભગવતી 18 પ્રસિદ્ધ સ્વરૂપ ધરાવે છે. તેમાં કાળી, તારા, છિન્નમસા, ષોડશી, ત્રિપુરભૈરવી, ધુમાવતી, બગલામુખી, માતંગી, કુષ્માંડા, કાત્યાયની, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી, ગાયત્રી, પાર્વતી, શ્રી રાધા, સિદ્ધિદાત્રી અને ભગવતીનો સમાવેશ થાય છે. સાથે સાથે માં ભગવતીને 18 ભૂજાઓ છે.
સાંખ્ય દર્શનમાં 18નું મહત્વ
સાંખ્ય દર્શનમાં પુરૂષ, પ્રકૃતિ અને મનથી વધારે પાંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ અને આકાશની સાથે પાંચ જ્ઞાનેદ્રિયો શ્રોત, ત્વચા, ચક્ષુ, નાસિકા અને રસના છે. આ સિવાય 5 કર્મેન્દ્રીય વાક્, પાણી, પાગ, પાયુ, એવં તમામની ગણતરી 18 થાય છે.