હું શું કરીશ ….?
તું નહીં હોય ત્યારે ?
એ અકાળ પડતા વરસાદ ની જેમ
વરસેલો તારો પ્રેમ
કદીય નહીં ભુલાય મને,
એ તારૂ મારી સામે નું ટગર ટગર જોવું
તું નહીં હોય ત્યારે
કોણ જોશે મને ,
હું શું કરીશ ….?
તું નહીં હોય ત્યારે ?
નહીં ભૂલી શકુ હું તારો એ સ્પર્શ,
તારી સાથે ની વાતો , તારૂ ચુંબન ,
તારૂ રિસાવું અને મારૂ મનાવવું
તો પણ …….
હું તો તને આમ જ
અવિરત પ્રેમ કર્યે રાખીશ
હું શું કરીશ ….?
તું નહીં હોય ત્યારે ?
#Jolly