#આનંદી
પચાસ દિવસો પછી ઘરની બહાર મેઈન રોડ પર સવારની તાજી હવામાં મોર્નિંગ વૉક કરવા નીકળી શક્યો. લારીઓમાં પ્લાસ્ટિક માં પેક લીલું છમ શાક ગોઠવાતું હતું. દૂધ માટે ડિસ્ટન્સ સાથે લાઈન હતી. આજ તો છાપાં પણ વેચાતા હતાં. ફેરિયો ઘેર પણ નાખી ગયો.લોકો કોઈ ને કોઈ કામે માસ્ક પહેરી ટુ કે ફોર વ્હીલર પર આખરે ઘર બહાર નીકળ્યાં હતાં. સૂર્ય ઊગી રહ્યો હતો અને સમસ્ત વાતાવરણ આનંદી ઉઠેલું. જનજીવન નાચી ઉઠેલું. કોરોના, હવે તારે ખૂણો પાળવાનો વારો આવ્યો.
એ સહુ લોકો સાથે હું પણ પ્રભાતના મૃદુ કિરણો અને તાજી હવા માણતો પોલીસના ડર વગર આ નવી મુક્તિને આનંદી રહયો.