સ્ત્રીઓના વ્યક્તિત્વના રહસ્યને ઉજાગર કરે છે તેમના નેઇલ પેઇન્ટની પસંદગી!
યુવતીઓને પોતાના નખ પર વિવિધ પ્રકારના નેઇલ શેડ્સની નેઇલ પોલિશ લગાવવી પસંદ હોય છે. નેઇલ પેઇન્ટ યુવતીઓના વ્યક્તિત્વની ચમક બને છે. નેઇલ પેઇન્ટ વિના યુવતીઓનો મેક-અપ પૂર્ણ થતો નથી. આજકાલ તમારા નેઇલ પેઇન્ટનો કલર તમારા ડ્રેસની સાથે મેચ થવો જરૂરી નથી.
જો આપણે નેઇલ આર્ટની વાત કરીએ તો અમુક યુવતીઓને બોલ્ડ કલર્સ પંસદ હોય છે જ્યારે થોડી યુવતીઓ નખમાં એકસાથે ઘણા શેડ્સ પસંદ કરે છે. વર્તમાન સમયમાં ક્રિસ્ટલને નખ ઉપર લગાવીને તેના પર વિશેષ પ્રકારની નેઇલ આર્ટ બનાવવાની શોખીન હોય છે. નેઇલ પેઇન્ટ તમારા વ્યક્તિત્વની ઝલક સાબિત થાય છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું નેઇલ પેઇન્ટના થોડા કલર્સ અને તેમનો તમારા વ્યક્તિત્વ સાથેના સંબંધ વિશે.....
લાલઃ-
લાલ રંગ જો તમારી પસંદ હોય તો તેનાથી એ જાણી શકાય છે કે, તમે કેટલાં બોલ્ડ અને આત્મવિશ્વાસી છો. તમારા વ્યક્તિત્વમાંથી આત્મવિશ્વાસ ઝળકે છે. આ રંગ તમને નટખટ લુક પણ આપે છે. આ રંગ તમારા ખુલ્લા વિચારોને દર્શાવે છે.
પીળોઃ-
આ રંગ તમારા હસમુખા વ્યક્તિત્વને દર્શાવે છે. આ રંગ દર્શાવે છે કે, તમે શાંત અને ઠંડા મગજના ધની છો. આ માટે તમે ખુશ અને ઉર્જાવાન પણ દેખાવ છો. આ રંગ મોટાભાગે કોલેજ જતી યુવતીઓનો મનગમતો રંગ હોય છે. ઉમરથી નાની અને યુવાન દેખાવને પ્રસ્તૃત કરતો આ રંગ શાનદાર માનવામાં આવે છે.
લીલોઃ-
આ રંગ તમને ધૈર્યવાન, સ્વસ્થ અને દયાળું બનાવે છે. આ રંગ તમારા વ્યક્તિત્વમાં દયાળુ શબ્દને જોડી દે છે. લાલ રંગની વિપીરત આ કલર તમારા જીવનમાં સુખ અને શાંતિને દર્શાવે છે.
નારંગીઃ-
આ રંગનો અર્થ થાય છે કે, તમને મિત્રોથી ઘેરાય રહેવું ખૂબ જ પસંદ હોય છે. આ તમારા મિત્રતાના સ્વભાવને દર્શાવે છે. આ રંગથી જાણ થઇ શકે છે કે, તમે ખૂબ જ સોશિયલ છો, તમને બહાર ફરવું અને લોકો સાથે વાતો કરવું ખૂબ જ પસંદ હોય છે. જ્યારે તમે કોઇ એવી જગ્યાએ જાવ છો જ્યાં તમને વધારે લોકો જાણતાં નથી ત્યાં તમે આ રંગનો ઉપયોગ કરી શકો છો.
વાદળીઃ-
આ રંગ જો તમારી પસંદ હોય તો તે તમારા વ્યક્તિત્વની ઊંડાઇ અને સ્થિરતાના દર્શાવે છે. આ રંગ દર્શાવે છે કે, તમે સાચા અને વિશ્વસનીય છો. આ રંગ તમને પવિત્ર અને સ્વચ્છ છબિ આપે છે. તમે વાદળી રંગમાં કોઇપણ શેડ્સને પસંદ કરી શકો છો.
સફેદઃ-
આ પ્રકારની નેઇલ પેઇન્ટનો ઉપયોગ કરવાનો અર્થ છે કે, તમે પવિત્ર છો. આ રંગ પારદર્શિતા અને નવી શરૂઆતને દર્શાવે છે. જ્યારે તમે નવી જોબની શરૂઆત કરી રહ્યા હોવ અથવા વેકેશન પર જઇ રહ્યા હોવ ત્યારે આ રંગનો ઉપયોગ કરવો. આ સફેદ રંગ એવો છે કે, જેમ કોઇ એક કેનવાસ પર નવી યાદો પેઇન્ટ થવાની હોય.
પર્પલઃ-
આ રંગ દર્શાવે છે કે, તમે ધાર્મિક અને એકાંતપ્રિય છે. આ રંગનો ઉપયોગ ત્યારે કરવો જ્યારે તમે તણાવમાં હોવ અથવા પોતાનામાં જ તમે કોઇ કમી અનુભવી રહ્યા હોવ. આ રંગ તમને શાંતિ પ્રદાન કરશે. સાથે જ, આ રંગનો ઉપયોગ કરવાથી તમારો તણાવ પણ ઓથો થઇ જશે.
ગુલાબીઃ-
આ રંગ એ યુવતીઓને પસંદ હોય છે જેને વર્તમાનમાં જીવવું પસંદ હોય છે. આ રંગ એ વાતનું પ્રતીક છે કે, તમને મિત્રોની સાથે ફરવું પસંદ હોય છે અને તમે પોતાની સાથે જ પ્રેમ અને લગાવ છે. ગુલાબી રંગ પોતાનામાં જ લાડ-પ્રેમ અને કેયરને દર્શાવે છે.