જાણો આ ખાસ હનુમાન મંત્રોની શક્તિથી શું થાય છે ફાયદો?
રુદ્ર અવતાર શ્રીહનુમાન અનેક રૂપમાં પૂજનીય છે. તેમના આ રૂપ તેમના ચરિત્રની પાવનાત, દૃઢતા, શક્તિઓ અને ગુણોને ઊજાગર કરે છે. ભક્ત, દાસ હોય કે વીર દરેક રૂપમાં હનુમાન એક ગુણ વિશેષથી સફળતાની પ્રેરણા આપે છે.
ભક્ત હનુમાન પાસેથી કામમાં લગન અને સમર્પણ, દાસ હનુમાન વિનમ્રતા અને વીર હનુમાન પાસેથી પુરુષાર્થ, બળ, નિડરતાના ગુણ સુનિશ્ચિત સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર છે. એવા જ શ્રી હનુમાનના અન્ય રૂપ પણ પ્રેરણાદાયી છે.
હિન્દુ ધર્મગ્રંથ રામાયણમાં શ્રીહનુમાન દ્વારા બેજોડ શક્તિઓ અને ગુણોથી મેળવેલી અનેક સફળતાઓનું વર્ણન છે. વિશેષ કરીને માતા સીતાની શોધ દરમિયાન કરવામાં આવેલ અદભૂત કાર્ય અતુલનીય છે. શ્રીહનુમાન ચરિત્ર અને પ્રસંગોને ધ્યાન કરાવતા આવા જ હનુમાન મંત્ર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, જેનું દરરોજ સ્મરણ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે અસરદાર માનવામાં આવે છે.
જાણો આવા જ હનુમાન મંત્ર અને પૂજાની સરળ વિધિઃ-
-ધાર્મિક મહત્વની દ્રષ્ટિએ મંગળવાર, શનિવાર કે દરરોજ તન, મન અને વ્યવહારમાં પવિત્રતાની સાથે આ હનુમાન મંત્રોનું સ્મરણ કરવાથી ઈચ્છાશક્તિ મજબૂત બને છે અને આત્મવિશ્વાસ વધે છે.
-સવારે સ્નાન કરી શ્રી હનુમાનની પૂજા સિંદૂર, અક્ષત, ફૂલ અર્પિત કરીને કરો. શ્રી હનુમાનને ગોળ-ચણાનો ભોગ લગાવો, નારિયળ ચઢાવો, ગુંગળનો કે સુંગધિત ધૂપ બત્તી કે દીપ પ્રગટાવી નીચે આપેલ હનુમાન મંત્રોનો જાપ કરો...
ॐ कुमार ब्रह्मचारिणे नम:
ॐ सीताशोक विनाशकाय नम:
ॐ लंकिनीभञ्जनाय नम:
ॐ सिंहिका प्राण भन्जनाय नम:
ॐ रामचूडामणि प्रदायकाय नम:
ॐ महिरावण मर्दनाये नम:
આ મંત્રોના જાપ પછી હનુમાન આરતી કરી પ્રસાદ ગ્રહણ કરો. સારા વિચારો, વ્યવહારના સંકલ્પ અને હનુમાનના નામનું સ્મરણ કરી કામે નિકળો.