માનવી પોતાની ભૌતિક સુખ સગવડો માટે એટલું ભાન ભૂલ્યો હતો કે એને ખબર જ ન પડી કે એણે ક્યારે કુદરત સાથે રમત રમવાનું ચાલુ કરી દીધું, ક્યારે પ્રાણીઓના આશ્રયસ્થાન છીનવી લીધા અને એમને કેદ કરી લીધા.
ચૂપચાપ જોઇ રહેલી કુદરત અને મૂંગા પ્રાણીઓ આજે ખુશ હશે પોતાને મળેલા ન્યાયથી. એક નાનકડા વાયરસે બતાવી દીધું કે માનવી ગમે એટલો હોશિયાર હશે, કુદરતના ન્યાય આગળ આજે પણ એ કંઈ જ નથી.
આપણે રોજ રોજ માહિતી મેળવી રહ્યા છીએ કે આ પહાડ દેખાવા લાગ્યો, પેલી નદીનું પાણી શુદ્ધ થઈ ગયું, હવામાં પ્રદુષણ ઘટી ગયું. આ પરથી માનવીએ શીખવા જેવું છે કે હવે કુદરત સાથે ચેડા કરવાને બદલે ન્યાયપૂર્વક અનુકૂલન સાધી લઇએ.
#ન્યાય