સ્ત્રી હોવું એ આશીર્વાદ કે અભિશાપ?
સ્ત્રી એટલે હાડમાંસથી બનેલું શરીર,
કે ઈશ્વરની અદ્ભુત રચના !
સ્ત્રીને નથી રહેવું કાંખમાં,એને તો ઊડવું મુક્ત બની આકાશમાં.
એને નથી રહેવું કેદમાં, એ તો બેઠી છે મુક્તિની આશમાં.
એવી કેટલી અભયા હશે જે મૃત્યુ પામી હશે માની કુંખમાં,
એવી કેટલી નિર્ભયા હશે જેની મમતા રડશે ન્યાયની આશમાં.
સ્ત્રી છે આરક્ષણ નહિ પણ રક્ષણની તલાશમાં,
એ માર નહિ પણ સમજે છે પ્રેમની ભાષમાં.
ન ઓળખો એને શરીરથી,ઓળખો એના ગુરુરથી.
એની બુદ્ધિ નથી પાનીમાં, એ તો વહે એના કણકણમાં.
ઘણા સહ્યા અપમાન એણે, એ તો ઊભી છે સન્માનની રાહમાં,
નિર્ભયા બની ઘણું સહ્યું, એ હવે છે અભયા બનવાની દોડમાં.
નિમિકા.
#ન્યાય