*💟 સંવેદના ના ઝરણાઓ. 💟*
*દોસ્તો! લોકડાઉન ના સમય મા જૈન આચાર્ય એ લખેલી આ સ્ટોરી વાંચજો જરૂર..અને જો પસંદ આવે તો શેર
👩👦 Part _02...
Part _01 થી આગળ....
_*સંભળાવી દેવાનું કામ બુદ્ધિ કરે છે, મગજ કરે છે. સંભાળી લેવાનું કામ પ્રેમ કરે છે, હૃદય કરે છે.*_
👩👦 માં.. આંસુને દબાવી ગામડે આવી ગઈ. ને ચોથે દિવસે ગામના મુખીનો ફોન આવ્યો, *"તારી માં મરણ પથારીએ છે. આજકાલ માંડ છે..."* ને માંના પ્રેમે નહીં, મુખીની શરમે, એ બીજે દિ' સાંજે નીકળ્યો. મનમાં તો સમસમી ગયો, ને બોલ્યો, *"કાણી જાય તો છૂટું."*
👩👦 ઘેર પહોંચ્યો. ગામના મુખીએ ને પાડોશીએ કહ્યું, તારી માં તો કાલે રાતે જ ગુજરી ગઈ. અમે તારી બપોરે 12:00 સુધી રાહ જોઈ, ને અગ્નિદાહ દીધો. છેલ્લે તારું જ નામ બોલતા-બોલતા એણે દેહ છોડ્યો. પાડોશીએ કહ્યું, *"આ એક કવર તને આપવા આપ્યું છે, એ તું લઇ જા."*
👩👦 બધું પતાવી એ ઘેર આવ્યો. પત્ની કહે, *"શું થયું?"* નફરત સાથે બોલ્યો, *"માં મરી ગઈ. કાણી ગઈ."* પત્નીએ ચા આપી. એણે ચા પીતા-પીતા કવર ખોલ્યું. ને કાગળ વાંચવાની શરૂઆત કરી.
📜 *મારા વ્હાલા બેટા! હું તને રોજ ખૂબ યાદ કરું છું. કાશ! તું અત્યારે મારી પાસે હોત તો.. બેટા! તારી સ્કુલમાં આવીને મેં તને ભોંઠો પાડ્યો હતો. તારા દોસ્તોએ તારી માં કાણી કહીને તને દુઃખી કર્યો હતો. બેટા! એ બદલ સોરી. બેટા! બાળકોને રમાડવાનું મન રોકી ન શકી માટે આવી હતી.*
📜 *બેટા! હવે મને લાગે છે, મારો જવાનો દિવસ આવી ગયો છે. એટલે તને આ વાત કહું છું. બેટા! તું ખૂબ નાનો હતો. ત્યારે એક અકસ્માતમાં, તારી એક આંખ ચાલી ગઈ હતી. તને હું એક આંખવાળો જોઈ નો'તી શકતી. તારા પિતાએ બધી બચત વાપરી નાખી, ઘણા ઈલાજ કર્યા. પણ.. બેટા! તારી આંખ ન આવી. હું તને એક આંખવાળો જોઈ નો'તી શકતી.*
📜 *"છેવટે.. મેં મારી એક આંખ તને આપી દીધી."* બેટા! તારી બે આંખો જોઈ મારી એક આંખ, હરખના આંસુ પાડતી. *બેટા! સુખી રહેજે. ખૂબ વ્હાલ સાથે..* _*તારી માં.*_
👩👦 ચાનો કપ ભરેલો જ રહ્યો, ને છોકરાએ *"ઓ માં!"* કહીને પોક મૂકી. ને ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડ્યો. *"ઓ માં! તું મારા માટે કાણી બની? માં, તારી આંખ તે મને આપી? માં.. ઓ માં.... તે મને કહ્યું કેમ નહીં? તું એકેવાર આજ સુધી બોલી નહિ? માં... માં... મને માફ કર!*
પણ માં હવે સાંભળવા ક્યાં રહી હતી. બ્રહ્માંડ બોલ્યું, *"હૃદય પ્રેમ કરે છે, બુદ્ધિ .. .. .."*
_*આ લોકડાઉનનો સમય છે. એકબીજા જોડે અથડાવાનો નહીં, પણ.. એકબીજાને ઓળખવાનો સમય છે. ઘેરમાં ગેરસમજથી, ઘણીવાર ઘરને આપણે સ્મશાન જેવું સન્નાટાથી ભરી દીધું છે. આવો, આ લોકડાઉનને આપણે... લાગણીનું, એકબીજાની હેલ્પનું, Talk of the Town બનાવીએ.*_
*આ કથા લખતા હું ચાર વાર રડ્યો છું. પડેલું તમારું એકાદ આંસુ, લોકડાઉન પછીની જિંદગીનું પાસું બદલી શકે.*
👉 Please, એકવાર મમ્મી-પપ્પાને *I love you* કહીને, સપરિવાર આ કથા ભેગા બેસીને સાંભળો.
*अब पत्थरो से नहीं, सितारों से डर लगता है,*
*अब कांटो से नहीं, बहारो से डर लगता है;*
*घर शायद, वो जला देंगे,*
*अब परायो से नहीं, अपनों से डर लगता है!*
*✍🏻 લેખક*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
Dt.: 20.4.2020, Monday
*💟 સંવેદના ના ઝરણાઓ. 💟*