Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Astrological Measures About New Cloths

પહેલી વાર નવા કપડાં પહેરો ત્યારે જ કરો આ ખાસ ઉપાય, આટલા થશે ફાયદા

આપણાં જીવનમાં નવા કપડાંનું ખૂબ જ મહત્વ હોય છે. મોટાભાગના લોકો માત્ર ખાસ પ્રસંગોમાં જ નવા કપડાંની ખરીદી કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો વધુ આકર્ષક દેખાવા માટે પણ નવા કપડાં પહેરે છે. આપણે નવા કપડાં પહેરીએ તો તે સમયે 1 ખાસ ઉપાય કરવો જોઈએ જેથી ડ્રેસીસ માત્ર કપડું ન રહે પણ, બીમારીઓ, નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજરથી આપણું રક્ષણ પણ કરે એટલે કે આપણું રક્ષા કવચ બની જાય.

સામાન્ય રીતે ઘણા લોકો સાથે એવું બનતું હોય છે કે જ્યારે પણ તેઓ નવા કપડાં પહેરે ત્યારે તેમની તબિયત ખરાબ થઈ જાય છે કે કોઈ બીજી પરેશાની ઊભી થઈ જાય છે. અચાનક તબિયત ખરાબ થઈ જાય ત્યારે કેટલાક લોકો માને છે કે આ ખરાબ નજરનો પ્રભાવ છે.

કોઈપણ પ્રકારની ખરાબ નજરથી બચવા માટે નવા કપડાં પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે નવા કપડાં પહેરતા પહેલા એક વખત ધોઈ લેવા જોઈએ. એમ કરવાથી નવા કપડાંની ગંદકી સાફ થઈ જાય છે. મોટાભાગે લોકો કપડાં ખરીદતી વખતે ડ્રેસીસ પહેરીને જુએ છે. એવું પણ શક્ય હોય કે જે ડ્રેસ તમને પસંદ આવ્યો હોય અને તે કોઈ બીજાએ પણ પહેરીને ટ્રાય કર્યો હોય.
કદાચ તમે જાણતા નહી હોવ કે પહેલા કઈ વ્યક્તિએ તમારી પસંદગીનો ડ્રેસ પહેર્યો હતો, તે પૂરી રીતે સ્વસ્થ્ય હતો કે નહીં. તેથી નવા કપડાં પહેરતા પહેલા એકવાર ચોક્કસ ધોઈ લેવા જોઈએ. તેનાથી કપડાંના સૂક્ષ્મ કીટાણુઓનો પણ સફાયો થઈ જાય છે. કોઈપણ પ્રકારની બીમારી થવાની શક્યતા ખતમ થઈ જાય છે.

જો તમે નવા કપડાં ધોવા ન ઈચ્છતા હોવ તો પહેરતા પહેલા એકવાર નવા ડ્રેસને સૂર્યના તડકામાં સૂકવી દેવો. આ ચમત્કારી ઉપાય છે અને તેનાથી કપડાં પવિત્ર થઈ જાય છે.

જો તમે ઈચ્છતા હોવ તો નવા કપડાં પહેરતી વખતે પોતાના ઈષ્ટ દેવી-દેવતાઓના મંત્રનો જાપ પણ કરી શકો છો. તેનાથી કપડાં કોઈ કવચ સમાન બની જશે, જે તમારું રક્ષણ ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી કરશે. જેથી નવા કપડા પહેરતી વખતે નીચે જણાવેલ મંત્રનું જાપ કરવું.

મંત્રઃ- ऊँ नम: शिवाय, ऊँ गं गणपतयै नम:, શ્રીરામ, સીતારામ

જો તમે પોતાના જૂના કપડાં ફેંકવા માંગો છો તે તેને ફાડીને કે થોડી ચીરીને ફેંકવા જોઈએ. જો તમે કપડાંનું દાન કરવા માગતા હોવ તો એ કામ તમે પોતે જ કરો, કોઈ અન્ય વ્યક્તિ પાસે ન કરાવો. એમ કરવાથી તમારી કુંડળીના અનેક ગ્રહ દોષો શાંત થઈ જાય છે.

ધ્યાન રાખો જેને તમે કપડાંનું દાન કરો તેને કપડાં પહેરવાનું ચોક્કસ કહો. જો દાન લેનાર વ્યક્તિ તમારા કપડાં પહેરો તો તે સારું રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111437270
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now