Vastu Tips For Home For Better Life And Get More Money Benefit
ભાડાના ઘરમાં રહેતા હો કે પોતાના, માલદાર બનવા અપનાવો આ ઉપાય
આજના સમયમાં વધતી જતી મોંઘવારી અને ધનની ખોટને કારણે મોટાભાગના લોકો ભાડાના ઘરમાં રહે છે. મોટાભાગના લોકો આખું જીવન સખત મહેનત કરે છે છતાં પોતાનું ઘર બનાવી શકતા નથી. જેથી આજે અમે તમને કેટલાક એવા ચમત્કારી ઉપાય બતાવવાના છે જેનાથી તમારા ઘરમાં ધનની ખોટ કાયમ માટે દૂર થઈ જશે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.
વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરનું વાસ્તુ યોગ્ય ન હોય તો ત્યાં રહેનારા લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જો ઘર પોતાનું હોય તો વાસ્તુદોષ દૂર કરવામાં કોઈ પરેશાની આવતી નથી પરંતુ જો ઘર ભાડાનું હોય તો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મકાન માલિકની પરવાનગી વિના ઘરમાં કોઈપણ પ્રકારની તોડફોડ કરી શકાય નહીં. જેથી અહીં અમે કેટલાક એવા સામાન્ય અને સરળ ઉપાય બતાયા છે જે તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરશે અને ધનની ખોટ પણ પૂરશે.
હમેશાં ધ્યાન રાખવું કે ઘરનો ઉત્તર-પૂર્વ ભાગ ખાલી જ રાખવો જોઈએ. અહીં સામાન રાખવાથી વાસ્તુદોષ પેદા થાય છે.
-ઘરનો ભારે સામાન કે નકામો સામાન ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં જ રાખવો જોઈએ. અન્ય કોઈ સ્થાન પર ભારે સામાન રાખવું વાસ્તુ મુજબ અશુભ માનવવામાં આવે છે.
-ઘરમાં બાથરૂમ કે રસોઈઘર માટે પાણીનો પુરવઠો ઉત્તર-પૂર્વ દિશાથી લેવો જોઈએ.
-શયનકક્ષમાં પલંગનો માથાનો ભાગ દક્ષિણ દિશામાં રાખવો. ધ્ન રાખવું કે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં રાખવા. જો એવું ન હોય તો પશ્ચિમ દિશામાં પણ માથાનો ભાગ રાખી શકાય છે.
ભોજન કરતી વખતે ધ્યાન રાખવું કે તમારું મુખ દક્ષિણ-પૂર્વ દિશામાં હોય. આવું કરવાથી ભોજનથી સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય છે અને વાસ્તુ દોષોનો નાશ થાય છે.
-વાસ્તુ મુજબ સૌથી જરૂરી વાત એ છે કે ઘરનું પૂજા સ્થલ ઉત્તર-પૂર્ણ દિશામાં જ હોવું જોઈએ. જો કોઈ અન્ય દિશામાં મંદિર હોય તો પાણી ગ્રહણ કરતી વખતે મોઢું ઈશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્ણ દિશા તરફ રાખવું.
-ધ્યાન રાખવું કે જો ભવનની સામે ઉત્તર-પૂર્વ દિશાનો ફર્શ દક્ષિણ-પશ્ચિમમાં બનેલા ફર્શથી ઉંચો છે તો દક્ષિણ-પશ્ચિમને ઉંચો કરવો. જો એવું ન કરી શકતા હોવ તો પશ્ચિમ દિશાના ખૂણામાં એક પ્લેટ ફાર્મ અવશ્ય બનાવવું.
પ્રવેશ દ્વારની સામે ફુલોની સુંદર તસવીર લગાવવી. દરવાજાની સામે લગાવવા માટે સૂરજમુખીના ફુલની તસવીર શુભ માનવામાં આવે છે.
- ઘરના નૈઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્ર)માં અંધારું ન રાખવું અને વાયવ્ય કોણ (ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર)માં તેજ રોશની ન રાખવી.
-ઘરના સભ્યોએ સહયોગ અને શાંતિથી રહેવું, ઝઘડા અથવા બૂમો પાડીને વાતો કરવાથી ખરાબ અસર પડે છે.
-ઘરની આસપાસ જો કોઈ સૂકાયેલો ઝાડ કે ઠૂંઠો હોય તો તેને તરત જ કઢાવી દેવું.
-ઘરના પ્રવેશ દ્વારને હમેશા સાફ રાખવું. પ્રવેશ દ્વાર પર હમેશા પર્યાપ્ત રોશની હોવી જોઈએ. આવું કરવાથી ઘરમાં હમેશા સકારાત્મક ઊર્જા આવતી રહેશે.
-જો સંભવ હોય તો પ્રવેશ દ્વાર પર લાકડાનો થોડો ઊંચો ઊમરો બનાવવો. જેથી બહારનો કચરો ઘરમાં ન આવી શકે. કારણ કે કચરો પણ વાસ્તુ દોષ વધારે છે.
-પ્રવેશ દ્વાર પર ગણેશજીની મૂર્તિ કે તસ્વીર અથવા સ્ટીકર વગેરે લગાવી શકાય છે. જો તમે ઈચ્છો તો દરવાજા પર ऊँ પણ લખી શકો છો. ઘરના પ્રવેશ દ્વાર પર આ શુભ ચિહ્ન બનાવવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.