........................#એમ થોડી ના ભૂલાય છે#.........................
માતૃભૂમિ ના રક્ષણ કાજે,પરીવાર છોડીને જાય છે
એવા દેશ ના વીરલા એમ થોડી ના ભૂલાય છે
ક્ષણે ક્ષણે મોત છે આગળ,છતાં ડગ ભરતા જાય છે
વતનના રખેવાળ ને એમ થોડી ના ભૂલાય છે
કફન બાંધી ને જાય છે, અને લીલા લોહી રેડાય છે
એ રક્ષક ના બલિદાન ને એમ થોડી ના ભૂલાય છે
પરિવાર જેની વાટ જોતો ઉભો,એ તિરંગા માં લપેટાઈને જાય છે
લપટાએલા એ દેહ ને એમ થોડી ના ભૂલાય છે.
દેશના વીરલા ને એમ થોડી ના ભૂલાય છે.
...........🇮🇳જય જવાન🇮🇳
............M.G.Gauswami