જાણે કે અજાણે,કોઈ જાણે છે,
મન મુકીને વરસી, કોઈ માણે છે;

અસ્તિત્વ શૂન્ય સમાન, હોય જો,
શૂન્યતા માં'ય સ્નેહ, કોઈ માણે છે;

વખત જતાં હળવા થાય દર્દ થકી,
ઝખ્મો તાજા મરહમી,કોઈ માણે છે;

વદી ના શકે , વેદ જેવા કોઈ શ્લોક,
તોય મધુર મૌનને ,એ કોઈ માણે છે;

આનંદ અનુભૂતિ છે, લહેરોની સમાન,
કોઈ શૃંગ કોઈ ગર્ત માં, કોઈ માણે છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111437139

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now