વાત તારી બધી મંજુર,
પણ બસ આ મૌન નહીં.
તું રિસાયા કરને,
હું તને મનાવ્યા કરીશ.
તું દલીલો કરને,
હું તને સમજાવ્યા કરીશ.
વાંક હોય મારો તો તું કહ્યા કર્ને,
હું તને સાંભળ્યા કરીશ.
આપણે તો મિત્ર છીએ ને,
તો કરને ઝઘડો ,છુટ છે તને
પણ બસ આમ મૌન ન રહે,
કસમ છે , તને.........