સાથે મળીને રહેવાનો વિચાર આપણો.
એથી જ સંભવે છે પરિવાર આપણો.

મમતા એકમેકની બાંધી રાખતી કેટલી,
વસમા વખતમાં થાય ઉપચાર આપણો.

' જોઈ લઈશ' ને બદલે ' સમજી લઈશ' સૂત્ર,
મળે સામેના વિચારને આવકાર આપણો.

' આગપાણી' થૈને સંપસલાહે રહેવાનું,
સહકાર થકી દીપે છે સંસાર આપણો.

ત્યાગને સમર્પણની ભાવના હોવી ઘટે,
પરિવાર એ કુટુંબનો સિંગાર આપણો.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111436074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now