મીત્રો
ઘર માં પ્રસંગ હોય અને 300 મહેમાન બોલાવ્યા હોય તો એમાંથી 30 જણા ખુણા મા રીસાઈ ને જ બેઠા હોય અને જેના ઘર માં પ્રસંગ હોય એની જ ખોદણી કરતા હોય અને એ જ 30 લોકો પાછા બાકી મહેમાનો કરતા વધારે નાસ્તા પાણી અને જમવાનું ઠોકી જ લેતા હોય અને ખોદણી તો ચાલુ જ
આવી જ કંઈક હાલત અત્યારે દેશ ની જ છે
130 કરોડમાંથી 30 કરોડ બુદ્ધિજીવીઓ એવા અપલખણા છે કે વાત જ ના પુછો.
મોદી ને ગાળો તો એવી આપશે જાણે મોદી એમની પાસેથી 10 ટકે રુપિયા વ્યાજે લઈ ને દેશ ચલાવે છે અને સમયસર વ્યાજ નથી આપતા, એટલું જ નહીં હિસાબ તો એવી રીતે માંગે છે જાણે મોદી નું મામેરું એમણે કર્યું હોય
બીજા દેશ ની સરખામણીએ આપડા દેશ ની પરીસ્થીતી શુ છે એની ગતાગમ પડતી નથી અને મોદી ને એડમિનિસ્ટ્રેશન ના પાઠ ભણાવવા લાઈનો લગાડી છે.
જે બુદ્ધિજીવીઓ મોદી પાસે હિસાબ માંગે છે એમને જરા પૂછવું છે કે દેશ ની 130 કરોડ વસ્તી ની સામે 55 હજાર કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે તો જરા એની ટકાવારી કાઢી ને જોઈ લો કેટલી થાય છે ત્યાં સુધી મોદી સ્વેચ્છાએ પીએમ ફંડ નો હિસાબ આપી જ દેશે.
અન્ય દેશો ની તુલનાએ આપડા દેશ માં ભૂખમરો પણ નથી કારણ કે ભારત સીવાય દુનિયાનો કોઈ દેશ બાર મહિના ના અનાજ કરિયાણા કે મરી મસાલા નથી ભરતા એટલે ભારત કરતા એમની હાલત વધારે કફોડી છે.
રહી વાત સ્થળાંતર કરતા શ્રમજીવીઓની તો લોકડાઉન માં બધું થંભી ગયુ હતું અને જેમ જેમ પરીસ્થીતી સામાન્ય થાય એમ શ્રમજીવીઓની વ્યવસ્થા સરકાર જ કરી રહી છે જે બધાની સામે છે.
નસીબદાર છો કે તમે કટોકટી ના સમયે ભારત મા છો અને જો એનો અહેસાસ ન થતો હોય તો જે લોકો ને ભારત સરકાર વિદેશ થી પરત લાવી છે એ લોકો નો સંપર્ક કરવાનો પ્રયત્ન કરો અને સંપર્ક થાય તો એમને પૂછો કે ત્યાંની પરીસ્થીતી શુ હતી બન્ને ની સરખામણી કરો અને પછી પોતાના અભીપ્રાય આપો.
સાલું મને એ નથી સમજાતું કે પાન ના ગલ્લે 1500 બાકી બોલતા હોય અને પાન નો ગલ્લો બદલી નાખવા વાળા પણ આજે 20 લાખ કરોડ ના રાહત પેકેજ ઉપર સરકાર ની મજાક ઉડાવે છે.
અલ્યા મને એ નથી સમજાતું કે પ્રોબ્લેમ શુ છે મોદીથી અને એના વહીવટી તંત્ર થી
આડા દિવસે કે ચૂંટણી ટાણે આ બધું ચાલતું હોય છે એનો વાંધો વિરોધ નથી પણ જ્યારે આટલી કપરી પરીસ્થીતી કે જેમાં જીવન મરણ નો સવાલ છે ત્યારે સરકાર ની આટલી ગંદી રીતે મજાક મસ્તી કદાચ કોઈ દેશ મા ન થતી હોય.
સમજાય એને વંદન🙏🏽☺️🇮🇳