#મહત્વ
#માર્શ મેલો થિયરી
#પ્રો .વૉલ્ટરમિશેલ
#COVID -19
#ALERT
#STAYSAFE
સ્કૂલમાં ત્રીજો પીરીયડ શરૂ થયો. શિક્ષક વર્ગમાં આવ્યા. આવીને તેઓએ એક સરસ રંગની થેલી ખોલી અને એમાંથી ચૉકલેટ્સ કાઢી. મૉનિટરને કહીં, તેઓએ એ ચૉકલેટ્સ બધાને વિતરીત કરી. દરેકને એક એક. ચૉકલેટ ઘણીજ ઉંચી ક્વોલિટી ધરાવે છે, એ હાથમાં લેતા જ ખબર પડતું હતું. પૅકિંગ પણ ખૂબ આકર્ષક હતું. બધાને ચૉકલેટ્સ આપ્યા પછી, શિક્ષકે સૂચના આપી કે, તેઓ હવે પ્રિન્સિપાલ સરને મળવા જાય છે. તેઓ ૧૦ મિનિટ પછી પાછા આવશે. ત્યાં સુધી કોઈએ પણ ચૉકલેટ ખાવાની નથી અને અંદર અંદર વાતો પણ કરવાની નથી. શાંતિથી બેસી રહેવું. આ સૂચના આપી એ શિક્ષક ક્લાસરૂમ છોડી ગયા.
વર્ગખંડમાં શાંતિ પથરાયેલી હતી.
૧૦ મિનિટ પછી શિક્ષક પાછા આવ્યા. આવીને તેઓએ જોયું કે ઘણાં વિદ્યાર્થીઓ ચૉકલેટ ખાઈ રહ્યા હતા. એમને કોઈ પ્રતિભાવ ન આપ્યો. પરંતુ તપાસ કરતાં ધ્યાન માં આવ્યું કે સાત વિદ્યાર્થીઓ એવા હતાં, જેઓએ પોતાની ચૉકલેટ્સ ખાધી તો નોતી જ, પણ એમની એમ પોતાની પાસે રાખી હતી. શિક્ષકે એ સાત વિદ્યાર્થીઓના નામ નોંધી લીધા અને તેઓને પણ પોતાની ચૉકલેટ્સ ખાવા કીધું.
આ વાત ત્યાં જ પૂરી થઈ.
આ શિક્ષકનું નામ હતું,
પ્રોફેસર વૉલ્ટર મિશેલ
વરસો પછી, પ્રોફેસર મિશેલે એ ડાયરી કાઢી અને એ સાત વિદ્યાર્થીઓની તપાસ કરી. જાણવા મળ્યુ કે, એ સાતે વિદ્યાર્થીઓ હવે પોતપોતાના જીવનમાં ઘણી સારી ઉંચાઈ પર પહોંચ્યા હતા. યશસ્વી થયેલા હતા.
પછી તેઓએ એ જ ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ જેઓએ ઉતાવળે ચૉકલેટ ખાધી હતી, તેઓની તપાસ કરી. આશ્ચર્ય વચ્ચે બધાં જ કંઈ અસફળ નોતા થયા, પણ સમાધાનકારી સ્થિતિ માં પણ ન હતા. કેટલાક તો સાવ કથળેલી સ્થિતિ માં હતા.
આ સંશોધનનો સાર પ્રોફેસર મિશેલે બહુ જ ટુંકાણમાં આપતા નોંધ્યું કે,
"જે વ્યક્તિ ૧૦ મિનીટનું પણ ધૈર્ય રાખી શકતો નથી, એ વ્યક્તિ જીવનમાં આગળ વધવાની શક્યતા નહીંવત હોય છે."
આ સંશોધન આખા દુનિયામાં ખૂબ પ્રસિદ્ધ થયું છે. એ સંશોધન
"માર્શ મેલો થિયરી"
નામથી જાણીતું છે.
આ સિધ્ધાંત અનુસાર *ધૈર્ય*, આ ગુણવિશેષ બધાં જ યશસ્વી વ્યક્તિઓમાં જોવા મળે છે. આ એક સદ્ગુણ એવો છે, જે માણસના બધા જ સારા પાસાઓને નિખાર આપે છે. એ જ રીતે એ વ્યક્તિને થાકવા કે નિરાશ થવા દેતો નથી અને ચોક્કસપણે ગંતવ્ય સ્થાન પર પહોંચાડે જ છે.
અત્યારે કોરોના સંદર્ભમા આ જ ગુણ કામમાં લાગશે. ધૈર્ય બનાવી રાખો.બધુ સારું થશે.