ઈબાદત જ કરી , રસ્તો આપશે,
હકથી તું હલાલ, થઈ જાને ફક્ત;
જન્મ તણું બીજ છે કર્તાભાવ માં
નિષ્કામી તું લાલ, થઈ જાને ફક્ત;
મનની માયા છોડીને,કરી દે મનોલય,
આખો તું ગુલાલ, થઈ જાને ફક્ત;
આવાગમન છે,. ઋણ ફેડવા કારણે,
મુક્તિ માર્ગનું વ્હાલ, થઈ જાને ફક્ત;
આનંદ અનુભૂતિ છે, અપરોક્ષ જ્ઞાને,
દેહ અધ્યાસ હલાલ, થઈ જાને ફક્ત;
==={{}}===={{}}===={{}}===