સભ્યતા ના મહોરાં પહેરી ને ફર નહીં....
અલમસ્ત થઈ ને રહીશ તો ગમશે મને....
અંદર છે એનાં સિવાય બીજું બહાર આવશે નહીં....
તારા નિજાનંદ માં રહીશ તો ગમશે મને....
મારા સિવાય કોઈ નાં થી ડર નહીં....
સાચી વાત પર મારી સામે પણ થઈશ તો ગમશે મને....
મારી વ્યવસ્થા પર શંકાઓ ખોટી કર નહીં....
વહેણમાં વિશ્વાસ સાથે તરીશ તો ગમશે મને....
કીડી ને કણ ને હાથી ને મણ આપી જ દઉં છું....
નાહકનાં ઉધામાં રહેવા દઈશ તો ગમશે મને....
મારું એક પણ બીબું બીજા માં ભળશે નહીં....
તું જે છે એ રહીશ તો ગમશે મને....
કરોડો ડાહ્યા છે જગતમાં વધેલા તેલ થી દાતારીનાં દિવા કરવા નીકળેલાં....
તું એક ટંકમાં થી અડધું આપી દે એવો 'પાગલ' થઈશ તો ગમશે મને....
#પાગલ