આ રીતે ખાઓ, તો 2 મોટી ઘાતક બીમારીનો ડોક્ટર છે મેથીદાણા!
મેથીને ખૂબ જ ગુણકારી શાક માનવામાં આવ્યું છે. એટલા માટે ભારતભરમાં ખાસ કરીને સેવન કરવામાં આવે છે. મેથીના શાકને લોખંડની કડાઈમાં બનાવાવમાં આવે તો તેમાં લોહ તત્વો વધી જાય છે. એનિમીયા અર્થાત્ ખૂનની કમી હોય તેવા રોગીઓને તે ખૂબ જ ફાયદેમંદ છે માત્ર મેથી જ નહીં પણ તેને બીજ અર્થાત્ મેથીદાણામાં પણ અણમોલ ઔષધીય ગુણ હોય છે. તે કોલેસ્ટ્રોલ અને ડાયાબિટિસના રોગીઓ માટે અમૃત સમાન છે.
પ્રયોગઃ-
-જો દિવસભરમાં 25થી 100 ગ્રામ સુધી મથીદાણા કોઈ રૂપમાં સેવન કરવામાં આવે તો રક્તમાં સુગરની માત્રાની સાથે વધેલ કોલેસ્ટ્રોલ પણ ધીરે-ધીરે ઓછો થવા લાગે છે. રોગી રાહત મહેસૂસ કરે છે. પીસેલા મેથીના દાણા 50 થી 60 ગ્રામને એક ગ્લાસમાં પાણીમાં ભીજાવા(ફણગાવા) માટે મૂકી દો. 12 કલાક પછી ગળીને તે પાણીને પી જાઓ. આ રીતે સવાર સાંજ બે-વાર આ પીવાથી મધુમેહમાં આરામ મળે છે. તે સિવાય મેથીના પાનડાનું શાક પણ રોજ ખાઓ.