અમાસે તારલા જેવો , ચમકી રહ્યો છું
આગિયો છું ને જરાક, ચમકી રહ્યો છું;
અસ્તિત્વ મારું મિટાવી , શકે નહિ કોઈ,
આંખની કીકીમાં ,જરાક ચમકી રહ્યો છું;
હોશમાં છું કહીને, બેહોશી ઓઢી લીધી,
માયામાં હું છું ને, જરાક ચમકી રહ્યો છું;
પ્રેમની વાતો ના ,વડા કર્યા મિથ્યા વાદ થી,
શબ્દોની માયા માં ,જરાક ચમકી રહ્યો છું;
આનંદ વહી રહ્યો છે, અલમસ્ત મસ્તી માં,
દિલદારી માં મગન, જરાક ચમકી રહ્યો છું;