#પરિચય
સમય સાથે માણસ બદલાય
ને સાથે પરિચય પણ બદલાય
કોમળ તડકો દેતો સૂર્ય
બપોરે અગનગોળે બદલાય
સોળે કળાએ ખીલતો ચંદ્ર
અમાસને અંધારે બદલાય
સદાય નીરવ રહેતુ ગગન
વીજળીના કડાકે બદલાય
હંમેશ લીલાછમ રહેતા વૃક્ષો
પાનખરની મોસમમાં બદલાય
શાંત વહેતા નદીઓના નીર
ચોમાસે પૂરમાં બદલાય
કોનો પરિચય આપવો સ્થિર
પરિસ્થિતિ જોઇ સૌએ બદલાય.....
kittu