Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Chanakya Niti Never sleep this 7 type people

આ 7 લોકો સૂઈ રહ્યા હોય તો તેને તરત જ જગાડી દેવા જોઈએ......................!

આમ તો સારા સ્વાસ્થ્ય માટે જરૂરી ઊંઘ લેવી અતિ આવશ્યક છે પરંતુ કસમયે સમયે સૂવાથી અનેક પરેશાનીઓ વધતી હોય છે. આચાક્ય ચાણક્ય દ્વારા બતાવવામાં આવ્યું છે કે કયા લોકોએ ક્યારે સૂવું ન જોઈએ...

विद्यार्थी सेवक: पान्थ: क्षुधार्तो भयकातर:।

भाण्डारी प्रतिहारी च सप्त सुप्तान् प्रबोधयेत्।।

આ શ્લોકનો અર્થ છે કે વિદ્યાર્થી, સેવન, રાહી, ભૂખ્યા વ્યક્તિએ, ડરેલ વ્યક્તિએ, ભંડારી અને ચોકીદાર કે દ્વારપાલ. આ સાત લોકોએ ઊંઘથી જગાડી દેવા જોઈએ.

આગળ વાંચો વિસ્તૃત રીતે તેનો અર્થ....અને અન્ય નીતિઓ....
આચાર્ય ચાણક્ય કહે છે કે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાના સમયે સૂઈ રહ્યો હોય તો તેને તરત જ જગાડી દેવા જોઈએ જેથી તે વિદ્યાનો અભ્યાસ કરી રીતે કરી શકે. નહીંતર વિદ્યાર્થી સૂતો રહેશે તો તે પરીક્ષામાં પાસ નહીં થઈ શકે. જો કોઈ નોકર કામના સમયે સૂઈ રહ્યો હોય તો તેને તરત જ જગાડી દેવો જોઈએ નહીંતર કામ પૂરાં નહીં થઈ શકશે. એ જ રીતે કોઈ રાહગીર કે યાત્રી રસ્તામાં સૂતો જોવા મળે તો તેને ઊઠાડી દેવો દોઈએ નહીંતર તેનું સામાન ચોરી થઈ જાવનો ભય રહે છે. યાત્રીને સૂતો જોઈ કોઈ ચોર તેને ધનહાની કે અન્ય કષ્ટ પહોંચાડી શકે છે.

આગળ વાંચો વધુ અહેવાલ....

જો કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય તો તેને જગાડી દેવો જોઈએ અને તેને ભોજન આપવું જોઈએ. ભૂખ્યો વ્યક્તિ સૂતો રહેશે તો તેને શારીરિક કષ્ટ સહન કરવા પડી શકે છે,તે બીમાર થઈ શકે છે. આ પ્રકારે જો કોઈ વ્યક્તિ ઊંઘમાં ડરી રહ્યો હોય તો તેને પણ તે સમયે જગાડી દેવો જોઈએ જેથી તેનું ભયાનક સપનું તૂટી જાય અને તેને શાંતિ મળે. કોઈ ભંડાર ગૃહનો રક્ષણ કે કોઈ ચોકીદાર પોતાના કર્તવ્યના સમયે સૂતા જોવા મળે તો તેને તરત જ જગાડી દેવો જોઈએ. ભંડાર ગૃહનો રક્ષક કે ચોકીદારના સૂવાથી ચોરીનો ભય બનેલો રહે છે અને તેની સાથે જ જનહાનીની પણ સંભાવના રહે છે.

માતાની સમાન શરીરનું પાલન કરનારી, ચિંતા અને સમાન દેહનું સુખ આપનારી અને વિદ્યાની સમાન શરીરને અલંકૃત કરનારી બીજી કોઈ વસ્તુ ન હોઈ શકે.

-વિશ્વાસ પ્રેમની પહેલી સીડી છે. વિશ્વાસથી જ વિશ્વાસ પેદા થાય છે અને અવિશ્વાસથી અવિશ્વાસ. તે પ્રકૃતિનો નિયમ છે. વિશ્વાસના અભાવમાં જ અજ્ઞાન છે.

-જે મનુષ્યને પોતાની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો હોય, જેને હું અને પોતાના ભાવોથી મુક્તિ મેળવી લીધી હોય તે મનુષ્ય જ સાચા અર્થોમાં શાંતિ મેળવી શકે છે.

-જીવન સુખ-દુઃખનો ઊતાર-ચઢાવ છે. મનુષ્યની સામે એક ધ્યેય હોવું જોઈ. તેને પ્રાપ્ત કરવાના માર્ગમાં જે દુઃખ-સુખ મળે તેનો તિરસ્કાર કરવાનું જ સમજદારી છે.

મનુષ્યની સૌથી મોટી દુર્બળતા એ છે કે તે વિચારોના ધરાતલને છોડીને ભાવનાઓના આકાશમાં ઉડે છે. તે ભાવના છાયાની જેમ પ્રાણીનો સાથ નથી છોડતી.

-મનુષ્યને પોતાની તરફ આકર્ષિત કરનાર જો દુનિયામાં કોઈ અસલી ચુંબર છે તો તે છે માત્ર પ્રેમ. પ્રેમ બલિદાન છે, આત્મત્યાગ છે, મમત્વનું વિસ્મરણ છે.

-પુષ્પની સુગંધ વાયુને વાયુની વિપરીત નથી જઈ શકતી. પરંતુ મનુષ્ય, મામસના દુર્ગુણોની મહેક હંમેશા ચારેય દિશાઓમાં સમાન રીતે ફેલાય છે.

-જ્યાં સુધી મન નથી જીતી શકાતું, ત્યાં સુધી રાગ-દ્વાશ શાંત નથી થતા. મનુષ્ય ઈન્દ્રિયોનો ગુલામ બની રહે છે. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111432916
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now