Gujarati Quote in Motivational by Sunil N Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પરિચય

પરિચય આપવો પરિચય કેળવવો અને કોઈ સામેથી પરિચય આપણો આપે દરેક વસ્તુ અલગ- અલગ છે પરંતુ સાચું કહું તો તે આખા જીવનમાં કરેલ કાર્ય સાથે સંકળાયેલ પ્રક્રિયા છે.

"તમારું કાર્ય જ શ્રેષ્ઠ હોય.. એ વિષયમાં તમે મહારત હાસિલ કરેલ હોય.. તમારામાં કોઈ હુનર હોય જે અન્ય પાસે નથી.." તો મિત્રો તમારે પરિચય આપવાની જરૂર નથી સ્વયં બીજા વ્યક્તિ દ્વારા જ તમારો પરિચય દરેક વ્યક્તિને મળી જાય છે.

બાળપણની અવસ્થામાં જ્યારે આપણે સ્કૂલમાં એડમિશન લઈએ છીએ ત્યારે બાળક નું આખું નામ અને તેની સાથે તેના પિતાનું નામ જોડાય છે. તે સમયે આપણો પરિચય નાનો પણ બીજા પર પરાવલંબી હોય છે.. સાહેબ કેટલી મજા હોય છે
તે સમય દરમિયાન.. સ્કૂલમાં જવાનું ,ભણવાનું, મિત્રો વિદ્યાર્થી સાથે રમત કરવાની, શૂન્ય ચોકડી, અંતાક્ષરી, ક્યારેક તો વળી ક્રિકેટ, ખોખો,કબડ્ડી, વોલીબોલ વગેરે જેવી ગેમ રમવાની કેવી મજા આવે.. જો તે સમયને સાચવી ને રમત સાથે ભણતર માં પણ યોગ્ય ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી હોય છે.. જો બાલ્યાવસ્થામાં શિક્ષણને પ્રાધાન્ય આપીએ ત્યારે આપણ એક વિદ્યાર્થી તરીકે નો પરિચય થાય છે.. આ વિદ્યાર્થી આ શાળામાંથી આવે છે તેના પિતાનું નામ..પોતાની બૌદ્ધિક ક્ષમતા આધારિત આર્ટ્સ કોમર્સ સાયન્સ જેવા પ્રવાહમાં એડમિશન લઈ. આગળ અભ્યાસ ચાલુ રાખે છે.

બાળપણ તેમજ કિશોરાવસ્થા પૂર્ણ થતા વ્યક્તિની ઉંમર અને તેની મેચ્યોરિટી વધતી જાય છે. મહા શાળામાં એટલે કે કોલેજમાં પ્રવેશ કરે છે,તે સમયે પણ તેના પિતા સાથેનો પરિચય તેની સાથે હંમેશા જોડાયેલા છે. દાત. મહેશભાઇનો બાબો MBBS માં ભણે છે.. વ્યક્તિ પોતાના અભ્યાસ દ્વારા પોતા નો પરિચય કેળવવાનો પ્રયત્ન કરે છે.

યુવાની દરમિયાન પરિચય આપવો અને પરિચય કેળવવો બંને પ્રક્રિયા માંથી પ્રસાર થઈ જાય છે..
કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા સારી સરકારી નોકરી મેળવી ને, કોઈ સારો વ્યવસાય કરીને, કોઈ સર્જનશીલ પ્રવૃત્તિ સાથે સંકળાઇ ને જે તે ફિલ્ડ જઈ ને તે શ્રેષ્ઠ છે તેવા પ્રયત્ન સાથે મહેનત કરે છે.

પોતાના પસંદગીના વિષયોમાં પરિપૂર્ણતા મેળવે ત્યારે તે વ્યક્તિને પોતાનું નામ કે પરિચય આપવાની જરૂરિયાત હોતી નથી. તે વ્યક્તિને સમાજના તેમજ વિશ્વના દરેક વ્યક્તિ તેના કાર્યની સિદ્ધિ દ્વારા તેને ઓળખે છે. દાત. એપીજે કલામ સાહેબ, સચિન તેંડુલકર, લતા મગ્લેશકર, ધીરુભાઈ અંબાણી, રતન ટાટા, મધર ટેરેસા, ડો. બી.આર આંબેડકર, મહાત્મા ગાંધીજી વગેરે તેઓને પોતાની મહેનત શ્રેષ્ઠ કાર્ય કરવા કૌશલ્ય આવડત ના લીધે પરિચય ને સ્વાવલંબી બનાવી દીધા છે. પોતાની સિદ્ધિ જ તેમનો પરિચય છે.

આમ પરિચય શબ્દ નાનો છે પણ તેના માટે મનુષ્ય પોતાના જીવનની દરેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.આત્મ મૂલ્યાંકન,પોતાને ગમે તે પ્રવૃત્તિના કાર્ય કરીને, સ્વરુચી દ્વારા સમાજમાં સ્વાવલંબી પરિચય મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં સુધી પોતાની આત્માને સંતોષ ના થાય ત્યાં સુધી તે વિષય પર વળગી રહેવું પોતાનું સો ટકા સમય,મહેનત, યોગદાન આપવું જેઈએ. જેથી આપણો પરિચય પણ સ્વાવલંબી બને..


સુનિલકુમાર શાહ

Gujarati Motivational by Sunil N Shah : 111432594
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now