ભેદ ની રેખા દોરી ને, જુદાઈ નોતરી લઉ છું,
હું જ મારી જાતને દુર , હડસેલી દઉ છું.
મારા તારા મમત્વ ના,દોરડા માં બાંધી લઉ છુ
ને વળી એકાંત માં ખુદને,. ખસેડી લઉ છું.
ગજબની આસક્તિ, બંધાય સ્નેહનાં તાંતણે,
સંબંધો માં સજ્જડ ખુદને,. જકડી લઉ છું.
વહી જવાય છે લાગણી ,,,ના દરિયા માં અને,
ખાબોચિયા ના કીચડમાં લથબથ થઈ જઉ છું
અસીમ છે લીલાધર ની લીલા ના તાણાવાણા,
આનંદ સ્વરૂપમાં ખુદને, ખબરદારી માં રહું છું
*****