જાય શિકાર કરવા ને રાજા દશરથ, પાછળ જાય એ દેખી હરણ રૂપાળું,
ભાગ્ય એ રાજન નુ તે દિ કેવું, પણ કોઈ કયાં જાણે છે શું થવાનું,
ત્યાં આવ્યો જળ ભરવા ને ક્ષ્રવણ, છીપાવવા તરસ અંઘ માત-પિતા ની,
આવ્યુ એ જ તળાવમાં જળ પીવા હરણ, ઝાડ પાછળ ઊભો રાજા ધરીને ધીરજ,
ને સાંભળી અવાજ ખળ ખળ એ નીર તણો, છોડિયું તીર કરવા ને શિકાર એ પ્રાણી નો,
દોડતા દેખી હરણ ને, સાંભળી ને એ બૂમ, ફાળ પડી ને, દોડ્યો રાજન અવાજ ની દિશામાં,
પણ ત્યાં, વીંધી નાખ્યું હૃદય એ ક્ષ્રવણ નું, માફી માંગે છે બાળ પાસે, એ અયોધ્યા નરેશ,
પાણી ભરીને ગયો રાજન ને, જણાવે છે એ વૃત્તાંત અંઘ માત-પિતા ને,
પછી લઈ જળ અંજલિ હાથમાં, આવી આવેશમાં આપ્યો ક્ષ્રાપ રાજા ને,
"પુત્ર તારે ચાર પણ, આવશે મૃત્યુ પુત્ર વિયોગે, હશે નહીં એક પણ તારી પાસે અંતિમ સમયે"
છાંટી અંજલિ એ જળ તણી, ગયા છોડી એ પોતાનો દેહ.
*** ચેતન ***