યુવાની કદમમાં, દિવાનગી મન હોય છે,
હર શ્વાસની રવાનગી માં ,અમન હોય છે;
તસ્વીર દીલ એ આઈના માં મસ્ત મસ્ત ને
હુશ્ન ના અંદાજ નું ,ખીલેલું ચમન હોય છે;
મળે નજરમાં ,અમૃત વરસતું એ, જાદૂગરી
નજારો જીંદગીનો,નૂરાની આગમન હોય છે;
ઝખ્મો થી રાહત મળશે નક્કી હોય છે ક્યાં?
દર્દે દિલ મરહમી કદાચ કોઈ અગન હોય છે;
દિલથી દુઆઓ વિરહી ની નીકળતી રહેશે,
અશ્રુઓ શબ્દ ઈબાદત માં મગન હોય છે;