#શિકાર
સિંહણ
‘કાળઝાળ ગરમીમાં ગામની ગલીઓમાં પાણી ભરી આવતી એ ચૌદ વર્ષની ચકોર કન્યા, સૌંદર્યનો શણગાર એટલે કુદરતે દીધેલ ડીલ, ચહેરા પર પડતો ધગધગતો તડકો ને એમાં નિહરતો પરસેવો, એક કાળા તલની તે શોભા અપાર ને ચાલ સિંહણ સમી, સામે ચડી આવ્યો ઘોડેઅસવાર, વળીવળી જુએ ઓલી
નવલીનાર, હાલ સાથ છોરી, તારે રેહવું મારે દરબાર, સૂના તે રસ્તે થયો એ ‘શિકાર’, ચકોર કન્યાની એ કેવી વાત! બેહાલ એ ઘોડેઅસવારને જોઈ, કરે સહુ હાહાકાર.’
-બિનલ પટેલ