જ્યોતિષ પ્રમાણે કાળા ઘોડાના પગમાં લાગેલ લોખંડની નાળ ખૂબ જ ચમત્કારી હોય છે. કારણ કે તેને પહેરવાથી શનિદોષની શાંતિ થઈ જાય છે. હંમેશાથી જ શનિની સાડાસાતી અને ઢૈય્યાને લઈ લોકોમાં ભય બની રહે છે. મોટાભાગની રાશિઓ ઉપર શનિની સીધી નજર રહે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં હોય તો એ લોકોના જીવનમાં ઓછી મહેનતે સફળતા પ્રાપ્તા થઈ જાય છે. જ્યારે અશુભ સ્થિતિવાળા શનિ વ્યક્તિને ઘણા કષ્ટો પ્રદાન કરે છે.
શનિના અશુભ હોવાથી નાના-નાના કાર્યોમાં પણ કઠોર મહેનત કરવી પડે છે. પરિવાર સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાડાસાતીનો સમય સાડા સાત વર્ષ સુધી રહે છે અને ઢૈય્યા અઢી વર્ષ સુધી રહે છે. જે રાશિઓ ઉપર સાડાસાતી કે ઢૈય્યા રહે છે તેમને કા તો વધુ લાભ થાય છે કે કઠિન સમયનો સામનો કરવો પડે છે.
જ્યોતિષ શાસ્ત્રોમાં શનિના દોષોને દૂર કરવા માટે અનેક પ્રકારે ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોમાંથી સૌથી રસ્તો અને કરગર ઉપાય છે કાળા ઘોડાની નાળની વિંટી પહેરવી. કાળા ઘોડાની નાળ પહેરવાથી શનિ સંબંધિ અશુભ પ્રભાવ ઓછા થઈ જાય છે અને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થવા લાગે છે.
કેવી રીતે પહેરશો વિંટીઃ-
કોઈ વિશેષજ્ઞ જ્યોતિષની સલાહ ઉપર આ વિંટી પહેરોવી જોઈએ. કોઈપણ શનિવારના દિવસે આ વિંટી ધારણ કરવાનું શુભ રહે છે. એક દિવસ પહેલા શુક્રવારની રાતે વિંટીને દૂધમાં ભીંજવી રાખી દો અને આગલા દિવસે તેને ધારણ કરો.