તું હૃદય નહીં પણ
જ્યારે હું ધબકારો ચુકી જાઉં ત્યારે કામ આવતું પેસમેકર છે મારું.
તું આંગળીઓ નહિ પણ
એના સહકારથી બનતી મુઠી છે મારી.
તું લોહી નહિ
પણ એમાં રહેલું હિમોગ્લોબીન છે મારું.
તું આંખ નહીં પણ
એમાં રહેલી કિકી છે મારી
તું શ્વાસ નહિ પણ
એમાં રહેલો ઓક્સિજન છે મારો.
તું સાથે નહિ પણ
અદ્રશ્ય સ્વરૂપે સાથે રહેતી
શીખ ને સંસ્કાર છે મારાં.
હર્ષાલી આહીર 😇🌺