#દુષ્ટતા #દુષ્ટતા
દુષ્ટતા ને કાંઠે બેસી સજ્જનતા નો શ્વાસ લે છે માનવી!
સજ્જનતા ને સૌજન્ય થી છેતરે છે માનવી.
સજ્જનતા ના વાઘા પહેરીને દુષ્ટતા બધે દોડે છે.
રંગીન સપના બનાવીને દુષ્ટતા બધાને પોતાની સાથે જોડે છે.
મ્હોરો પહેરીને સજ્જનતાનો માનવી ક્યાંક ખુદ ને વગોવે છે.
સજ્જનતા નો ઢોંગ કરીને, ભગવા વસ્ત્રો ધારણ કરીને દુષ્ટતા ઈશ્વર ને છેતરે છે! !
- dr. પ્રિયંકા ગોરસીયા