મહેકતી હવા પુષ્પ માં વહે છે
ને કંઇક પાંદડા ઓ,
મોતી સમ ખરે છે
આકાશે નીકળી સવારી વાદળો ની છે
ખીલ્યો ચહેરો આકાશ નો,
આ વર્ષા પછી નો છે
ચાંદની થી રંગાયેલી આ કાળી રાત્રિ છે
ધરતી પર ઝુકતા એ,
પીછી બે રંગોની ફેરવે છે
કાળા ને ધોળા જીવન રંગ ના બે પાસા છે
એમ વિચારી.....
ધીમું હસી ચંદ્ર વાદળી પાછળ સંતાય છે
પરીકથાની જાદુઈ છડી,
રાત્રી પર જાણે ફરે છે
ચૂપચાપ મને આવી કાન માં કશું કહે છે....
કાગળ પર બે શબ્દ પાડવા,
એ કાંઇ આશ્વાસન છે?.....
"બંધ ખંડ ની વેદના ને
આમ જીરવિશ ક્યાં સુધી?
આમ ને આમ તું
જીવીશ ક્યાં સુધી? "