વિધવા દામિની નો હાથ મઝબુતી થી પકડી પરાગ આખા ફળીયા ના ભેગા થયેલા લોકો સામે ઉભો હતો અરે દુષ્ટ આખો દિવસ હરાયા ઢોર માફક ગામ માં ફરે છે ગામ ની વિધવા ને તારા વાક્ચાતુર્ય થી ફસાવી. વિધવા ની સાસુ નો અવાઝ ટોળાં માંથી
વછુટીયો અરે આતો નપાવટ દુષ્ટ હતો જ તેની
ક્યા માંડો છો? તમને તમારી દામિની વહુ ની દુષ્ટતા દેખાતી નથી આવતા જ ઘણી ને ખાઈ ગઈ દુષ્ટ.
આવા તો આરોપ ની ધાણી ફૂટવા માડી ત્યાં પરાગ ઘુંટણ પર બેસી બોલ્યો હા હું નપાવટ દુષ્ટ છું
પણ કમળાબા તમારે ઓટલે સૂતો હતો તમે તમારી દામિની વહુ ને મહેણાં વગર ખાવા નુ તો દૂર ની વાત પાણી એ પીવા દીધું છે? તમારો દીકરો બીમાર હતો જાણતા હતા છતાં વંશ આગળ વધે દામિની ની ઝીંદગી દાવ પર લગાવી? ને આરોપ દામિની તો છે જ ને? છતાં દુષ્ટતા અમે કરી?
#દુષ્ટતા