મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે તેમાં તો વિવેક દેખાય છે.....
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે એ તો ગાંધીગિરા છે.......
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે તે ખૂબ જ પ્રેમાળ છે......
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે તેમાં મીઠાશના ટહૂકા જોવા મળે છે...
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે તે બેસ્ટ ભાષા છે.......
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે તેમાં સાંસ્કૃતિક વિરાસત સચવાયેલી છે.......
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે તેની સાથે મારો ગળથૂથીનો નાતો છે.....
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે તેને નરસિંહ, નર્મદ, ઉમાશંકર આપ્યા છે.....
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે તેને ઉત્તમ સાહિત્ય આપ્યુ છે......
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે તેમાં શબ્દોનો લીલો પાલવ જોવા મળે છે......
મને મારી માતૃભાષા ગમે છે
કારણ કે મારા લોહીમાં વહેતી ભાષા છે......