લાવ ખરલ જરાક , ઘૂંટી લઈએ;
કડવા મીઠા રસો ને, ઘૂંટી લઈએ;

જીંદગી ની બાજી ,હાર જીત ની,
ચાલ ઉલટી ચાલીને, ઘૂંટી લઈએ;

દર્દ ને ઝખ્મો ની, હવે ખબર કોને?
પીડા અમૃત સમાન, ઘૂંટી લઈએ;

હુંફ માગે વાંદરો,ક્યાંક સુઘરી જોડે,
તણખલું મનનું મનમાં, ઘૂંટી લઈએ;

આનંદ ચાલે ક્યાં , હોશિયારી કદી?
હોંશમાં એકડો ખૂદનો, ઘૂંટી લઈએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111425752

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now