કોઈ અંતરમાં વસે છે રે હજી.
જે સુગંધોને શ્વસે છે રે હજી.
આંખને તો ફક્ત કહેતાં આવડે.
હોઠ ચૂપ રહીને હસે છે રે હજી.
કેમ આસન હું જમાવું બે ઘડી.
હર પળે ધરતી ખસે છે રે હજી.
લાગતાં વરણાગી પેલો વાયરો.
કાંચળી દોરી કસે છે રે હજી.
તું ન સમજે દોષ એ તારો જ છે.
એ ય પગપાની ઘસે છે રે હજી.
તેં નથી જોયું જગતમાં તે નથી.
શું મગજમાં તું ઠસે છે રે હજી.
વાદળી વરસે છે ' રશ્મિ' મનભરી.
તો ય એ જાણે ડસે છે રે હજી.
- ડૉ.રમેશ ભટ્ટ' રશ્મિ'.