ચાલુ કરીએ એક એવી પ્રથા,
જેમ દિકરીને કહીએ છીએ "બેટા"
એમ "વરરાજાને" 'જમાઈ' નહિ પણ 'દિકરા' તરીકે અપનાવીએ,
જેમને ત્યાં નથી હોતા દિકરા એમના માટે તો જમાઈરૂપી દિકરો જ સર્વસ્વ હોય છે,
જેમ દિકરીને લગ્ન બાદ સાસરે રહેવું પડે,
તો જરા એવું પણ કરીએ કે જમાઈ પણ રહે સાસરે,
દિકરી તો એમના ત્યાં રહે છે કાયમ, તો જમાઈ કેમ ફક્ત રોકાય સાસરે બે-ચાર દિવસ જ?
આપણે વરરાજાને ઘરજમાઈ નહીં પણ દિકરા તરીકે સ્વીકારવાના છે,
દિકરો તો માતા-પિતાને ત્યાં રોકાઈ જ શકે ને?
જ્યારે જમાઈ આવતા હોય છે સાસરે ત્યારે થતી હોય છે ખુશી માતા-પિતાને દિકરાના આવ્યાં જેટલી જ!
#વરરાજો