દાદાની દાઢીના ખેંચતો'તો વાળ એ વાત વિસરાઇ ગઇ
મમ્મીને મલકાવી ખાતો'તો મલાઇ એ વાત વિસરાઇ ગઇ
પપ્પાને પટાવી લેવડાવતો'તો ચોકલેટ એ વાત વિસરાઇ ગઇ
દાદા , બા , મમ્મીને પપ્પાની વાત વિસરાઇ ગઈ
પણ જેવો નાની ઢબુડીએ તાણ્યો ભેંકડો વાત તાદશ્ય થઇ ગઇ
------અર્જુનસિંહ .કે.રાઉલજી.
#વીસરવું