#વીસરવું
બગીચામાં પોતાની દિકરીને હીંચકા ખવડાવતા ખવડાવતા મમ્મી દ્વારા અંગ્રેજીમાં પૂછાયેલા દરેક સવાલના શુદ્ધ ગુજરાતીમાં જવાબ આપતી હીરવા ને જોઈને બાજુમાં બાંકડા ઉપર બેઠેલા ગુજરાતી ના પ્રોફેસર ખૂબ ખુશ થયા. હીરવા જેવા બાળકોનું શુદ્ધ ગુજરાતી બોલવું એ પોતાની માતૃભાષા ને પરાણે વિસરાવા માંગતી મમ્મીઓના ગાલ ઉપર મોટો તમાચો હતો. નક્કી હીરવા દાદા- દાદી કે નાના- નાની ની દેખરેખમાં ઉછરતી હોવી જોઈએ જેથી તે આટલું સરસ ગુજરાતી બોલી શકે છે. હીરવા જેવી નવી પેઢી ક્યારેય પોતાની માતૃભાષા ને વિસરવા નહી દે એવું તેઓ મનોમન વિચારી રહ્યા.