ભાઇ શ્રી હસમુખ દોશીના સૌજન્યથી 🙏
જુવન સફર....
લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે.
તમે એકલા શાને રડો છો? સાથી તો અમેય ખોયા છે.
આપ કહો છો આમને શું દુખ છે? આ તો સદા હસે છે.!
અરે આપ શું જાણો, આ સ્મિતમાં કેટલું દુખ વસે છે!
મંજીલ સુધી ના પહોંચ્યા તમે, એ વાતથી દુ:ખી છો?
અરે ! ચાલવા મળ્યો રસ્તો, એટલા તો સુખી છો.!
આપને છે ફરિયાદ, કે કોઇને તમારા વિશે સુજ્યું નથી
એ અમને તો “કેમ છો?” એટલુંય કોઇએ પુછ્યું નથી
જે થયું તેનો અફસોસ શાને કરો છો?
આ જીંદગી તો જીવવા માટે છે,આમ રોજ રોજ શાને મરો છો?
આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો કોઇ નથી,
એક આંખ બતાવો મને, જે ક્યારેય રોઇ નથી !
બસ એટલું જ કહેવું છે જીદગીની દરેક ક્ષણ દિલથી માણો.
નસિબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.