આંગળી ના ટેરવે થી તુજ વહી જા,
વેદના સંવેદના માં, તુજ વહી જા;
ભાવ ઊર્મિમાં, લથબથ ભીંજાતી,
તરંગી ઘટનાઓ માં, તુજ રહી જા;
દુરથી છોને દેખાય, રમણીય બધુંય,
સ્મૃતિમાંય અકબંધ, તું જ રહી જા;
તરણાં જેવા, હલકું, તણાઈ જવાનું,
પ્રેમાળ ઝરણ હ્દયે, તુજ વહી જા;
આનંદ મંગલ હોવું, સદૈવ ઈચ્છનીય,
મંગલ મય ભાવનામાં, તુજ વહી જા;